સુરતમાં વધુ એક હત્યાની ઘટના આવી સામે
22 વર્ષના યુવકે છેડતી કરતા યુવકને ઠપકો આપી એક તમાચો માર્યો હતો
ચપ્પુના સાત જેટલા ઉપરાછાપરી ઘા મારી હત્યા
હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ
સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ની સાથે ચકચાર મચી જવા પામી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં મકાન માલિકની પત્નીની અન્ય યુવક છેડતી કરતો હતો જેને લઇને 22 વર્ષના યુવકે છેડતી કરતા યુવકને ઠપકો આપી એક તમાચો માર્યો હતો આ વાતની અદાવત રાખી સામેવાળા યુવાને મોડી રાત્રે આગ યુવક મિત્રો સાથે બેઠો હતો ત્યાં પહોંચી ચપ્પુના સાત જેટલા ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો જોકે યુવકની હત્યા ને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો
સુરત પોલીસ ગુનાખોરી ડામવાની વાત કરે છે ત્યારે ૨૪ કલાકમાં એક હત્યાની ઘટના સામે આવતી હોય તે છેલ્લા એક અઠવાડિયામાં હત્યાની ઘટના સામે આવી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશથી રોજીરોટી ની તલાશ માં સુરત જગન્નાથ નગરમાં રહેતો સાલું વર્મા પાંડેસરાની કલર ટેક્સ કંપની માં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો ચાલુ જે મકાનમાં રહેતો હતો એ મકાન માલિકની પત્નીને ગતરોજ બપોરના સમયે સોમનાથ નામનો યુવક છેડતી કરતો હતો જેને લઇને સાલું એ આ યુવકને ઠપકો આપ્યો હતો અને બાદમાં એક તમાચો મારી દીધો હતો જેને લઇને સોમનાથ ત્યાંથી જતો રહ્યો હતો પણ જતાં જતાં સાલું ને ધમકી આપતો ગયો હતો કે રાત્રે તું ઓટલા પર બેસે છે ત્યાં તો તું નહીં તો હું નહીં જો કે સાલું પોતાના મિત્રો સાથે બેઠો હતો તે સમયે સોમનાથ ચાપ્પુ લઇ આવીને તેને ઉપર ઉપરાછાપરી સાત જેટલા ઘા મારી તેને ગંભીર ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો જોકે સાલું ને સારવાર મળે તે પહેલાં જ તેનું કમકમાટીભર્યું મોત થયું હતું સાલઉં નામના 22 વર્ષિય યુવકની હત્યા ને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો જો કે ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઇ આ મામલે તપાસ શરૂ કરી હતી પોલીસ આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી આપીશું અને અટકાયતમાં લઇ લીધો છે કે આરોપીની પૂછપરછમાં સાલું એ મકાન-માલીકની પત્ની ની છેડતી મામલે જેને તમાચો માર્યો હતો આ વાતની અદાવત રાખી તેને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી
વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત