Satya Tv News

સુરતમાં યુવતીની હત્યાના ન્યાય મતે ભાજપના ધારાસભ્ય આવ્યા આગળ

પરિવાર ને ન્યાય માટે ધારાસભ્યની રજૂઆત

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી રજૂઆત

સુરતના કામરેજમાં થયેલ ગ્રીષ્માં હત્યા કેસ મામલે ધારાસભ્ય કરી સીએમને રજૂઆત કરવામાં આવી.કામરેજ વિધાનસભાના ધારાસભ્યએ યુવક સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી ને કરી છે..

સુરત જિલ્લાના કામરેજ ના પાસોદરા ગામ કહ્યે પાગલ પ્રેમીએ કરપીણ હત્યા નીપજાવી હતી ત્યારે હત્યારો ફેનીલ ગોયાની સામે કડક માં કડક કાર્યવાહી થાય અને પરિવાર ને ન્યાય મળે તેવા હેતુથી કામરેજ વિધાનસભા ના ભાજપના ધારાસભ્ય વી. ડી.ઝાલાવડિયા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે.પરિવાર ને ઝડપથી ન્યાય મળે તેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને રજૂઆત કરાઈ છે જોકે આ ધારાસભ્યએ જ્યારે ગિષ્મા ની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે મૃતક ના ઘર પાસેથી ગિષ્મા કાંધ પણ આપી હતી.ત્યારે હવે યુવતીના પરિવારને ક્યારે ન્યાય મળશે અને હત્યારો પાગલ પ્રેમી ફેનીલને સામે કડક સજા થાય તો અન્ય ઇસમોને સબક મળી શકે છે.

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: