અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સ્વાગત સોસાયટીમાં રહેતા નિલેષ કાંતિલાલ મોદીએ પોતાની એક્ટિવા મોપેડ નંબર-જી.જે.16.સી.એમ.0952 અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ આર.પી.જી.લાઈફ સાયન્સ કંપનીના ગેટ સામે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 35 હજારની મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.