સુરતના સરથાણા વિસ્તારની ઘટના
એક વૃદ્ધ મહિનાની સોનાના દાગીના ભરેલ બેગની થઈ હતી ચોરી
રીક્ષા ચાલક દાગીના ભરેલ બેગ ચોરી કરી ભાગી છૂટ્યો હતો
સરથાણા પોલીસે સોનાના દાગીના રાજસ્થાનથી કબ્જે કર્યા
ચોરી કરી ભાગી છુટેલ આરોપી ફરાર થતા પોલીસે શોધખોળ હાથ ધરી
ચોરીની ઘટનામાં અન્ય કેટલા આરોપીની સંડોવણી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી
સૌરાષ્ટ્રથી સુરત આવેલ એક મહિલા લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વખતે સોનાના દાગીના બહાર બેગ ઉતારતી વખતે રીક્ષા ચાલક બેગ લઈને ફરાર થઈ ગયો હતો જેને લઈને સુરતની સરથાણા પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને રાજસ્થાન ખાતેથી સોનાના દાગીનાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો અને ફરિયાદને પરત સોંપ્યો હતો
સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે અને ગુનેગારો બેફામ બની ગયા છે ત્યારે વધુ એક ઘટના બનવા પામી હતી જેમાં સૌરાષ્ટ્રથી ગીતાબેન ગૌસ્વામી સુરત ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને પ્રસંગ પતાવીને પરત સૌરાષ્ટ્ર જવા નીકળ્યા હતા જેમાં ધારુકા કોલેજથી શ્યામધામ મંદિર પાસે રીક્ષા મારફતે પોહચ્યા હતા જેમની પાસે ચાર જેટલા સામાનના થેલા હતા જેમાં એક એક કરીને થેલા રીક્ષામાંથી ઉતારતી વખતે સોનાના દાગીના ભરેલ થેલો રિક્ષામાં હતો તે સમયે રીક્ષા ચાલકે બદઈરાદો પૂરો પાડવા રીક્ષા લઈને ભાગી છૂટ્યો હતો જેને લઈને મહિલાએ તેના જમાઈને જાણ કરી હતી જે બાબતે બંને સરથાણા પોલીસ મથકે પોહચ્યા હતા અને અરજી લખાવી હતી જેમાં સોનાનો હાર, ચાંદીનો જુડો, ચાંદીના છડા, સોનાની કાનની બુટ્ટી સોનાનો માથાનો ટીકો, સોનાનું મંગળસૂત્ર જેની કિંમત 4.53 લાખ જેટલી થાય છે જે અનુસંધાને સરથાણા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી રીક્ષા ચાલક રાજસ્થાન ભાગી છૂટ્યો હતો જ્યાં રાજસ્થાન પોલીસને સાથે રાખીને આરોપીની શોધખોળ હાથ ધરતા આરોપીના અન્ય સગા મળી આવ્યા હતા અને તપાસ બાદ ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીનો મુદ્દામાલ મળી આવ્યો હતો જોકે આરોપી મળી ન આવતા મુદ્દામાલ સુરત લાવીને સરથાણા પોલીસ મથક લાવીને ફરિયાદી મહિલાને પરત આપવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનામાં આરોપીની શોધખોળ હાથ ધરી છે અને અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત