Satya Tv News

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિનગર-2 સ્થિત અનુરાધા કોમ્પલેક્ષમાં અગાઉના ઝઘડાની રીસ રાખી ચાર ઈસમોએ વેપારીને મારમાર્યો હતો

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગી નગર ખાતે રહેતો ઇમરાન સીરાજ અન્સારી શાંતિનગર-2 સ્થિત અનુરાધા કોમ્પલેક્ષમાં ગેસના ચૂલા રીપેરીંગની દુકાન ચલાવે છે જે પોતાની દુકાન પર હતો તે દરમિયાન આઝાદસિંગ રાજપૂત,અંજુલસિંગ રાજપૂત, અર્પિતસિંગ રાજપૂત અને સંતોષસિંગ રાજપૂત તેની પાસે આવ્યો હતો અને તેના ભાઈ સાથે થયેલા અગાઉના ઝઘડાની રીસ રાખી તેને અપશબ્દો ઉચ્ચારી આવેશમાં આવી ગયેલા ચારેય ઈસમોએ વેપારીને લાકડા અને ધિક્કા પાટુનો મારમાર્યો હતો મારમારી અને જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: