Satya Tv News

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગી નગર ખાતે નજીવા મુદ્દે એક કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી

અંકલેશ્વરના બાપુનગર ખાતે રહેતો ઇકરાર ઇસરાર શેખ પોતાની ફોર વહીલ ગાડી લઈ પોતાના મિત્ર સાથે અન્ય મિત્રના ભાઈને લઈ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે મુકવા જતો હતો તે દરમિયાન યોગી નગરમાં રહેતા સીરાજ અન્સારીના ઘર સામે પાછળથી બકરીનું બચ્ચું ફોર વહીલ ગાડી સાથે ભટકાયું હતું આ અંગે સીરાજ અન્સારી ઇકરાર ઇસરાર શેખ મિત્ર ફતેહ બહાદુરસિંગની સાસુને કહેવા ગયો હતો જે બાદ ફતેહ બહાદુરસિંગના પિતા સીરાજ અન્સારી સાથે વાતચીત કરી સમાધાન કરવા ગયા હતા તે સમયે બાબુ અન્સારીએ બકરીના બચ્ચાને અકસ્માત સર્જાયો છે તેઓને મારવા જ જઈએ તેમ કહેતા ઇકરાર અને ફતેહ બહાદુરસિંગ ત્યાં ગયા હતા તે દરમિયાન આવેશમાં આવી ગયેલા બાબુ અન્સારી, અફઝલ અન્સારી,અકરમ અન્સારી અને શેખ ચાંદ બાબુ લાલએ ઝઘડો કરી બંને મિત્રોને મારમાર્યો હતો

જ્યારે અફઝલ અન્સારી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ ઇકરાર ઇસરાર શેખ ગાડી સ્પીડમાં ચલાવતો હોય જેને સીરાજ અન્સારી ઠપકો આપતા ફતેહ બહાદુરસિંગ અને ઇકરાર ઇસરાર શેખે મળી ઝઘડો કર્યો હતો અને અફઝલ અન્સારી અને તેના માસને લોખંડની પાઇપના સપાટા વડે માર માર્યો હતો મારમારી અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: