Satya Tv News

મહિલા દિનની ઉજવણીના ઉપલક્ષ્યમા મહિલા નર્મદાની અગ્રણી શ્રીમતી જ્યોતિ જગતાપને 2022નો “નારી ગૌરવ રત્ન એવોર્ડ -2022″એનાયત કરાયો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે અન્નપૂર્ણા ફાઉન્ડેશન દ્વારા નારી ગૌરવ રત્ન એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાજપીપળા ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં નર્મદા જિલ્લાના મહિલા અગ્રણી અને વોઇસ ઓફ નર્મદાના તંત્રી અને સૌથી વધુ વાર મહિલા તરીકે રક્તદાન કરનાર મહિલા રક્તદાતા એવા શ્રીમતી જ્યોતિબેન જગતાપ ને 2022 નો શ્રીનારી ગૌરવ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ માટે ૧૪૪ જેટલી ઓનલાઈન એન્ટ્રી સ્વીકારવામાં આવી હતી. જે પૈકી નર્મદા જિલ્લાની ૧૧ મહિલાઓ સહિત ગુજરાતની 34 મહિલાઓને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા
એવોર્ડ પ્રાપ્ત કરનાર જ્યોતિબેન જગતાપે કોરોના મહામારીમાં નર્મદા ના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને સાત જેટલા રક્તદાન કેમ્પ યોજ્યાં હતા .અને 200 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરીને બ્લડ બેન્ક રાજપીપળાને આપી અનેક લોકોની જિંદગી બચાવી હતીઅને પોતે પણ મહિલા રક્તદાતા તરીકે સૌથી વધુ સાત વખત રક્તદાન કર્યું છે.તાજેતર માંજ તેમણે
2021નો ઇન્ડિયા રેકોર્ડ દ્વારા એક્સિલન્સ એવોર્ડ પણ મળ્યો હતો અને 2022નોનેશનલ એક્સિલન્સ એવોર્ડ પણ તેમની ઉમદા કામગીરી શિક્ષણ અને સમાજ સેવાની પ્રવૃત્તિ માટે એનાયત કર્યો હતો. તાજેતરમા મહિલા દિવસના ઉપલક્ષ્યમા શ્રીમતી ગીતાબેન રાઠવા,સાંસદ, છોટાઉદેપુર, જાણીતા વિદ્વાન કથાકાર પ. પૂ. વિરંચીપ્રસાદ શાસ્ત્રીજી,ડૉ. મધુકર પાડવી, વાઇસ ચાંસેલર, બિરસામુંડા યુનિવર્સીટી, રાજપીપલા તેમજ ડૉ. પ્રમોદકુમાર ડી. વર્મા
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા,
કૃષિ વિજ્ઞાનકેન્દ્ર, ડેડીયાપાડાની ઉપસ્થિતી મા મહિલા દિન નિમિત્તે નારી ગૌરવ બદલ મિશા ફાઉન્ડેશન ના દક્ષાબેન પટેલતથા મહિલાઓ દ્વારા જ્યોતિ બેન જગતાપ નું શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી જાહેર સન્માન પણ કર્યું હતું.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: