૫૦૦ રૂપિયે મણ વેચાતા લીંબુના ભાવ વધીને ૧૫૦૦ રૂપિયા થયા તો મરચા ના ભાવ પણ ૨૫૦૦ એ પહોંચ્યા
અન્ય શાકભાજીના ભાવ સ્થિર રહેતા ઘર ગૃહિણીઓ ના બજેટ પર ઓછી અસર વર્તાશે
ભરૂચ શહેર અને જિલ્લામાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે તેવામાં હવે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા,શેરડીનો રસ,લીંબુ શિકંજી સેવન કરી ગરમીથી રાહત મેળવી રહ્યા છે.પરંતુ હવે શેરડીના રસ,લિંબુ સરબત અને શિકંજીના વેચાણમાં વધારો થતાં લીંબુની વધતી જરુરીયાત વચ્ચે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે છેલ્લા એક સપ્તાહમાં લીંબુના ભાવ ૩ ગણા થયા છે.
જથાબંધ શાકભાજી ના વેપારીઓ ના ત્યાં જે લીંબુના ભાવ ૫૦૦ રૂપિયે મણ હતા તે હવે વધીને ૧૫૦૦ સુધી પહોંચી ગયા છે મરચાના ભાવમાં પણ પાંચ ગણો વધારો જોવા મળી રહ્યો છે વેપારીઓના જણાવ્યા મુજબ મરચા ના ભાવ ૫૦૦ રૂપિયે મણ હતા તે હવે વધીને ૨૫૦૦ સુધી પહોંચી ગયા છે. લીંબુની ગરમી માં વધતી માંગને લઇને તેના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓનું માનવું છે જ્યારે મરચા ના ભાવ વધવા પાછળ આ વર્ષે મરચા ની ખેતી માં ઉત્પાદન ઘટયું હોવાનું વેપારીઓ જણાવી છે.
બીજી તરફ ઘર ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ પણ છે કે અન્ય શાકભાજીના ભાવ સ્થિર રહેતા ઘર ગૃહિણીઓના બજેટ માં ખાસી અસર વર્તાશે નહીં.