અંકલેશ્વરના ONGC સામેની વિનાયક રેસિડેન્સીમાંથી મહિલા બુટલગેર ઝડપાય
ભરૂચ LCB પોલીસે ઘરમાં છાપો મારી 20 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ કર્યો કબ્જે
LCB પોલીસે મહિલા બુટલેગરની અટકાયત કરી શહેર પોલીસ મથકમાં દર્જ કરી ફરિયાદ
અંકલેશ્વર :- ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના ONGC ગેટ સામેના વિનાયક રેસિડેન્સીના મકાનમાંથી રૂપિયા 20 હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સુત્રીય મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ONGC ગેટ સામે વિનાયક રેસિડેન્સીના મકાન નંબર 12માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખવામાં આવ્યો હોવાની ભરૂચ LCBની ટીમને બાતમી મળી હતી. જે બાતમીના આધારે રેડ કરતા ઘરમાં વેચાણ કરવામાં ઇરાદે રખાયેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 118 કિંમત રૂપિયા 20 હજાર 800 સાથે મહિલા બુટલેગર પુષ્પા શંકર પટેલને ઘરમાંથી રંગે હાથે ઝડપી પાડી હતી.
ભરૂચ LCB પોલીસે 20 ઉપરાંત મુદ્દામાલ સાથે મહિલા બુટલેગર વિરુદ્ધ શહેર પોલીસ મથકમાં ગુનો દર્જ કરાવતા શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર