Satya Tv News

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું

8 ઓગષ્ટ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

પ્રતિબંધ લાદ્યા બાદ અકસ્માતની સંખ્યામાં ઘટાડો, ટ્રાફિકમાં પણ આંશિક રાહત

પ્રતિબંધ લાદ્યા બાદ અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થયો

ભરૂચ–અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર ભારે વાહનોની આવન જાવન ઉપર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. હવે 8 ઓગષ્ટ સુધી આ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.

નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારે વાહનોની આવન જાવન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અંકલેશ્વર તરફ તેમજ એ.બીસી. સર્કલ નજીક ટ્રાફિક જામના કારણે નર્મદા મૈયા બ્રીજ ઉપરથી તમામ પ્રકારના ભારે વાહનોની આવનજાવન બંધ કરવામાં આવી હતી. જો કે આ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

ઉપરાંત પ્રતિબંધ બાદ ટ્રાફિકની સમસ્યામાંથી પણ કંઇક અંશે રાહત જોવા મળી હતી. જેના પગલે આ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. તા. 10 જુલાઈથી 8 ઓગષ્ટ રાતે 12 કલાક સુધી તમામ પ્રકારના ભારે વાહનોની આવન જાવન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

error: