અંકલેશ્વર GIDCની એશિયનપેન્ટ કંપનીમાં ચોરીનો મામલો
પોલીસે ત્રણ આરોપીઓની કરી હતી અટકાયત
GIDC પોલીસે વધુ એક આરોપીની કરી અટકાયત
પોલીસે આરોપીઓને જેલભેગા કરી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર GIDCમાં આવેલ એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી વેસ્ટ બંગાળ લઈ જવાતા કલરનો માલ જથ્થો સગેવગે કરવાનો મામલામા પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી પશ્ચિમ બંગાળના હુગલી ખાતે ટ્રક નંબર-જી.જે.06.ઝેડ.ઝેડ.2870માં ભરી ટ્રક ચાલક પ્રભાત હીરા ઠાકોર કલર માલ 1790 નંગ બોક્સ રૂપિયા 43 લાખથી વધુનો મુદ્દામાલ લઇ જવા રવાનો થયો હતો જે બાદ ટ્રકનું જી.પીએસ.ચેક કરતા તે બંધ હોવા સાથે ચાલકનો ફોન પણ બંધ આવ્યો હતો અને આ ટ્રક વડોદરાની ડુમાડ ચોકડી નજીકથી ખાલી હાલતમાં મળી આવી અને તેમાં રહેલ તમામ કલરનો જથ્થો સગેવગે થયો હોવાનું ધ્યાન પર આવતા ડેલ્હીવેરી ફેઈટ સર્વિસીસ કંપનીમાં લોસ એન્ડ પ્રિવીયેન્સન ડિપાર્ટમેન્ટમાં સિનિયર સિક્યુરિટી મેનેજર મહેન્દ્ર રમણલાલ પરમારે હરેન્દ્રસિંહ પરમાર અને ટ્રક ચાલક પ્રભાત હીરા ઠાકોર વિરુદ્ધ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તે દરમિયાન પોલીસે મુદ્દામાલ સગેવગે કરનાર ડભોઇ તાલુકાના થુવાવી ગામના પ્રજ્ઞેશકુમાર પટેલ,વડોદરાના હરેન્દ્રસિંહ પરમાર તેમજ સુરત વરાછા વિસ્તારમાં રહેતા સંદીપ ગિરી ધીરજગીરી ગોસ્વામી જીઆઇડીસી પોલીસે આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે અંકલેશ્વર GIDC પોલીસે મુંબઈથી વધુ એક આરોપી મન્સૂર નૂરમહંમદ ધનિયાનીને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવી અટકાયતી પગલાં ભરવાની કવાયત હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર