Skip to main content

Satya Tv News

અંકલેશ્વરના મુલદ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો

LCB પોલીસે વિદેશી દારૂના મુદ્દમાલ સાથે બેની કરી ધરપકડ

પોલીસે 36 હજાર 500નો વિદેશી દારૂ કર્યો કબ્જે

પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી હાથ ધરી વધુ તપાસ

ભરૂચ LCB પોલીસે નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પાસેથી થેલામાં વિદેશી દારૂનો વેપલો કરતા બે બુટલગરને ઝડપી પાડી વધુ એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ LCB પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મુલદ ટોલ પ્લાઝા પાસે બે ઈસમો થેલા વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે. સદર બાતમીના આધારે ટોલ પ્લાઝા પાસે ચેક કરતા પીનલ ભગુ પટેલ રહેવાસી કેવડી ફળિયું વાપી વલસાડ અને શિવકાંત ઉર્ફે શિવા શંભુ જગાધારી રહેવાસી સુરતનો પાસેથી થેલામાં મુકેલ વિદેશી દારૂની નાની મોટી 45 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 28 હજાર 500નો વિદેશી દારૂ અને બે નંગ મોબાઈલ મળી 36 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે આરપીની વધુ પુછપરછ કરતા વડોદરાના આર્યન નામના ઇસમે વિદેશી દારૂ મંગાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: