અંકલેશ્વરના અંદાડા ગામના મોટા ફળિયામાંથી દારૂ ઝડપાયો
વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી
મહિલા બુટલેગર સહીત પુત્રને એલસીબીએ ઝડપી પાડ્યો
અંકલેશ્વરના અંદાડા ગામના મોટા ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર સહીત પુત્રને એલસીબીએ ઝડપી પાડ્યો હતો
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંદાડા ગામના મોટા ફળિયામાં રહેતી મહિલા બુટલેગર દક્ષાબેન દેવેન્દ્ર પટેલ અને પુત્ર હેમંત પટેલ વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૫ નંગ બોટલ મળી કુલ ૧૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો માતા-પુત્રને ઝડપી પાડ્યો હતો.
વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર