Satya Tv News


અંકલેશ્વર ઇ એન જીનવાલા શાળા ખાતે ચક્ષુ પરીક્ષણ સારવાર કાર્યક્રમ,સન ફાર્માસ્યુટિકલ ઇન્સ્ટ્રીઝ લિમિટેડના સૌજન્યથી યોજાયો કાર્યક્રમ, લોકલાડીકા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ


અંકલેશ્વરની ઇ એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને ચક્ષુ પરીક્ષણ અને સારવાર કાર્યક્રમનું આયોજમ કરવામાં આવ્યું હતું.


અંકલેશ્વર શહેરમાં આવેલ ઇ એન જીનવાલા હાઈસ્કૂલના સંકુલમાં ચક્ષુ પરીક્ષણ સારવાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સન ફાર્મા કંપની દ્વારા અંકલેશ્વર તાલુકાની ૪o શાળાઓને આવરી લેતા ચક્ષુ પરીક્ષણ સારવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો.

YouTube player

કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓને આવરી લઇ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે આંખોનો ડિજિટલ તેમજ મેન્યુઅલ ટેસ્ટ કરી આંખના નંબર ધરાવતા અથવા અન્ય કોઈ ચશ્મા ધરાવતા બાળકોને નંબરના ચશ્મા તેમજ આંખને લગતી બીમારીઓ વિશે બાળકોને જાગૃત કરવા આયોજન કરાયું હતું.

જેનો શુભારંભ અંકલેશ્વર તાલુકા સ્થિત જિનવાલા શાળા ખાતે લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. વિધાર્થીઓને આઈ ચેકઅપ કરી જરૂરત મંદ બાળકોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ વિનય વસાવા, પાલિકા કારોબારી ચેરમેન સંદીપ પટેલ, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન કિંજલ ચૌહાણ, સનફાર્મા કંપનીના પ્લાન્ટ હેડ સ્નેહલ શાહ, કંપનીના એચ આર હેડ બલજીત શાહ સહિત કંપનીના અધિકારીઓ, શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: