Satya Tv News

ભરૂચ પોલીસ દ્વારા જાસૂસી કાંડનો મામલો
બોબડો અને ચકો પાંચથી સાત વધુ વખત કાપી ચુક્યા છે પાસા
બન્ને બુટલેગરો સામે મધ્યથી દક્ષિણ ગુજરાત સુધી 100 થી વધુ પ્રોહીના કેસ
દારૂના વેપલામાં લીકર કિંગ બની સામ્રાજ્ય જમાવવા બન્નેએ મિલાવેલા હાથ

ભરૂચ એલસીબીના બે કોન્સ્ટેબલો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નામચીન બુટલેગરોનો હાથો બની કામ કરી રહ્યા હોવાના ઘટસ્ફોટ બાદ એક બાદ એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.

ભરૂચના ટેક્નિકલ સર્વેલન્સમાં કામ કરતા એલસીબીના બે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની સામે ભરૂચ પોલીસ તલસ્પર્શી તપાસ ચલાવી રહી છે.જોકે સ્ટેટ મોનીટરીંગ સેલના DYSP કે.ટી. કામરીયાએ SMC ના 15 અધિકારીઓના લોકેશન બુટલેગરોને આપવાના આ કિસ્સામાં માહિતી આપી છે. તેઓ એ કહ્યું છે કે , છેલ્લા 3 મહિનામાં એસ.એમ.સી. ની 8 જેટલી મોટી રેઇડ નિષ્ફળ ગઈ હતી. જેના કારણે પેહલા એસ.એમ.સી. ના સ્ટાફની જ ગુપ્ત રાહે તપાસ કરાઈ હતી.

કઈ નહિ મળતા નોડલ એજન્સી તરીકે કામ કરતી ભરૂચ પોલીસના સર્વેલન્સ વિભાગ ઉપર વોચ ગોઠવાઈ હતી. જેમાં આ બન્ને કોન્સ્ટેબલ બુટલેગરોને SMC ના 15 અધિકારીઓના મોબાઈલ લોકેશન શેર કરતા હોવાની હકીકત બહાર આવી હતી.બીજી તરફ ભરૂચનો નયન બોબડો અને વડોદરાના પરેશ ચૌહાણ ઉર્ફે ચકોએ લીકર કિંગ બની સામ્રાજ્ય જમાવવા હાથ મિલાવ્યા હતા. બન્ને બુટલેગરોએ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટા સપ્લાયર બની ગયા હતા. નયન બોબડો 7 વખત જ્યારે ચકો પણ પાંચ જેટલી વખત પાસા કાપી ચુક્યો છે. બને સામે પ્રોહીબિશનના 100 જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: