ભરૂચ પોલીસ બેફામ બનેલા વ્યાજખોરો સામે એક્શન મોડમાં,વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા
વ્યાજખોરોના જામીન માટે કોર્ટમાં સુનાવણી,મુખ્ય સરકારી વકીલની પણ ધારદાર દલીલ
દેવાદાર વ્યાજખોરોના ત્રાસથી આપઘાત મુક્યો મુદ્દો, દલીલોના પગલે કોર્ટે પણ વ્યાજખોરોની જામીન અરજી ફગાવી
ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરો સામે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં છે. અને તમામ વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ વ્યાજખોરોના જામીન માટે કોર્ટમાં સુનાવણી થતા મુખ્ય સરકારી વકીલની ધારદાર દલીલ અને દેવાદાર વ્યાજખોરોના ત્રાસથી આપઘાત પણ કરી લેતા હોવાની દલીલોના પગલે કોર્ટે પણ વ્યાજખોરોની જામીન અરજી ફગાવી હતી
ભરૂચ જિલ્લામાં જિલ્લા પોલીસવડા ડોક્ટર લીના પાટીલ તેમાં તેમની સંપૂર્ણ ટીમ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી રહી છે અને ભરૂચ જિલ્લામાં લોક દરબાર થકી દેવાદારોની ફરિયાદો સાંભળવા સાથે ગુનાઓ પણ દાખલ કરવામાં આવી રહ્યા છે અને ભરૂચ જિલ્લાના સી ડિવિઝન પોલીસ મથકમાં ચાર જેટલા ગુના નોંધાયા છે જ્યારે અંકલેશ્વરના પણ પોલીસમાં તકોમાં ફરિયાદ નોંધાય છે અને ભરૂચના પણ વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે તમામ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને વ્યાજખોરો એ પણ જામીન અરજી કોર્ટમાં રજૂ કરી હતી.
પરંતુ વ્યાજખોરોના ત્રાસથી દેવાદારો આપઘાત કરી રહ્યા હોય અને વગર લાઇસન્સ છે વ્યાજે રૂપિયા ફેરવતા હોય અને ઊંચા વ્યાજે રૂપિયા ફેરવી દેવાદારોને મૃત્યુ સુધી ટોચિંગ કરાવતી હોય તેમ જ તેમની માલ મિલકત અને વાહનો પર જપ્ત કરવા સાથે કોરા ચેક ઉપર સહી કરાવી લઈ હેરાનગતિ કરાતી હોવાના પ્રકરણમાં સમગ્ર મુદ્દો ભરૂચ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ભરૂચના મુખ્ય સરકારી વકીલ પરેશ બી પંડ્યાની ધારદાર દલીલ અને વ્યાજખોરોના કારણે ઘણા લોકો મોતને ભેટતા હોવાની દલીલો કરી હતી.
જેના પગલે ભરૂચ જિલ્લા સેશન્સ કોર્ટમાં કુલ પાંચ જેટલી જામીન અરજીઓ દાખલ કરાઈ હતી જેની સુનવણીમાં સરકારી વકીલ પરેશ બી પંડ્યાની ધારદાર રજૂઆતથી ભરૂચના પ્રિન્સિપાલ એન્ડ સેશન જજ બ્રહ્મભટ્ટ સાહેબે પણ બંને પક્ષોની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી વ્યાજખોરોની પાંચે જામીન અરજી ફગાવી દીધી હતી જેના પગલે દેવાદારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને વ્યાજખોરો સામે માત્ર પોલીસ નહીં પરંતુ કોર્ટ પણ લાલઘૂમ થતા દેવાદારોમાં રાહત જોવા મળી રહી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ