અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં યુવાને કર્યો આપઘાત,અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ

અંકલેશ્વરના ગડખોલ ગામના ડી.જી. નગરમાં રહેતા 22 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ ગામના ડી.જી. નગરના મકાન નંબર આર/117માં રહેતા નીલ રજનીકાંત દરજી ઉમર વર્ષ 22નાઓએ પોતાના ભાડુતી મકાનના રસોડાના ભાગે છતમાં આવેલ લોખંડના હુક સાથે ચાદર બાંધી ગાળિયો બનાવી કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. ઘટનાની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર