Satya Tv News

અંકલશ્વરના સુરતી ભાગોળમાં સત્તા બેટિંગ પર LCBના દરોડા,સત્તા બેટિંગનો જુગાર રમતા 2 ઝડપાયા મુખ્ય સૂત્રધાર ફરાર, પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી

ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ચાલતા સત્તાબેટિંગના જુગારધામ પર દરોડા પાડી બે જુગારીયાને ઝડપી પાડયા હતા. જોકે પોલીસને ચકમો આપી મુખ્ય સૂત્રધાર મહિલા ફરાર થતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

YouTube player

ભરૂચ LCB પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં જ્યોતિ રમેશ વસાવાનામની મહિલા સટ્ટાબેટિંગનો જુગારધામ ચાલવે છે. મળેલ બાતમીના આધારે LCB પોલીસે દરોડા પાડતા સુરતી ભાગોળ વિસ્તારમાં વાવ પાસે સટ્ટાબેટિંગ જુગાર રમતા ગણેશ ભોલુ વસાવા ઉમર વર્ષ 42 રહેવાસી ટાંકી ફળિયું ઉચેડિયા ઝઘડિયા તતઃ રમેશ સોમા સોદાગર ઉમર વર્ષ 65 રહેવાસી સુરતી ભાગોળ અંકલેશ્વરનાઓને ઝડપી પાડયા હતા. પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 2950નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે સટ્ટાબેટિંગ ચલાવતી મુખ્ય સૂત્રધાર મહિલા જ્યોતિ વસાવા પોલીસને ચકમો આપી ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વીડિયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: