ઝઘડિયા સાવિત્રીબાઈ ફૂલે મહિલા પ્રગતિ સેના દ્વારા આવેદનપત્ર, ઉદ્યોગીક પ્રદુષણ અને કવોરી ઉદ્યોગને લઇ આરોગ્ય પર અસર
રાજ્યપાલને સંબોધીને ઝઘડીયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર, વહેતી તકે માંગ પૂરી કરવામાં આવે તેવી રજૂઆત
ઝઘડિયાની સાવિત્રીબાઈ ફૂલે મહિલા પ્રગતિ સેના દ્વારા ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદૂષણ તથા કવોરી ઉદ્યોગ દ્વારા સતત ઊડતી ધૂળની રજકરોના કારણે આરોગ્ય પણ માંઠી અસરને લઇ રાજ્યપાલને સંબોધીને ઝઘડીયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યુ હતુ.
ઝઘડિયાના ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા પ્રદૂષણ તથા કવોરી ઉદ્યોગ દ્વારા સતત ઊડતી ધૂળની રજકરોના કારણે આરોગ્ય પણ માંઠી અસર પડતી હોય રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. ઝઘડિયા તાલુકામાં આવેલા ઔદ્યોગિક વસાહત કવોરી ઉદ્યોગ તેમજ સિલિકા વિગેરે ખનીજના પ્લાન્ટો દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાનું કોઈ નવી બાબત નથી ! અલગ અલગ ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષણના કારણે સ્થાનિકોના આરોગ્ય પણ માઠી અસર પડી રહી છે. સાવિત્રીબાઈ ફૂલે મહિલા પ્રગતિ સેના દ્વારા આજરોજ રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવી પ્રદુષણ કરતા ઉદ્યોગોને તાત્કાલિક બંધ કરવા માંગણી કરી છે.
આવેદનમાં જણાવ્યા અનુસાર આદિવાસીઓના સુંદર અને સારા તંદુરસ્ત જીવન માટે બંધારણમાં ઘણા હક અને અધિકાર આપવામાં આવેલ છે તે મુજબ આ વિસ્તારમાં આવી સાઇનાઇટ ઓકતી ફેક્ટરીઓ નાખવાની જ નથી. છતાં આદિવાસી સમાજનું નિકંદન કાઢવા આવી ફેક્ટરીઓ નાખી છે. જેથી આદિવાસી સમાજના અસ્તિત્વ ટકાવી રાખવા માટે તાત્કાલિક આવી ફેક્ટરીઓ બંધ કરવા માટે સાવિત્રી બાઇ ફૂલે પ્રગતિ સેના દ્વારા માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં આજરોજ ઝઘડિયા ખાતે મહિલાઓ એકત્ર થઈ આવેદનપત્ર પાઠવી તેમની માંગ પૂરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા