Satya Tv News

ભરૂચ LCB પોલીસને મળી મોટી સફળતા, આમોદમાં પોલીસની ખોટી ઓળખ આપનાર 5 ઝડપાયા

પોલીસની ઓળખ આપી ગેંગ આચરતી હતી છેતરપિંડી. પોલીસે 20 લાખના મુદ્દામાલ કર્યો કબ્જે, પાંચ ઝડપાયા બે ફરાર થતા વોન્ટેડ કર્યા જાહેર

ભરૂચ એલસીબીએ આમોદમાંથી પોલીસની ખોટી ઓળખ બતાવી છેતરપિંડી આચરનાર ગેંગના 5 આરોપીઓને 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને બેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

આમોદના આછોદ ગામે પ્લાસ્ટીકના દાણા બનાવતી કંપનીમાં માલિક સાથે ઓળખાણ છે અને સસ્તા ભાવે મળશે કહી એક ઈસમને કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ તેને નાણાકીય વ્યવહાર અર્થે ઘરે બોલાવ્યો હતો. દરમિયાન અન્ય ચાર ઈસમોએ ત્યાં આવી પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસેથી 15 લાખની રોકડ તથા ચેક પડાવી દીધા હતા. છેતરપિંડી અંગે ફરિયાદીએ આમોદ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.

YouTube player

આમોદ પોલીસની ચાર ટીમ તથા ભરૂચ એલસીબીએ કુખ્યાત ગેંગને ઝડપી પાડવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આમોદ તાલુકાના આછોદ ગામે દરોડા પાડયા હતા. પોલીસે સ્થળ પરથી 10 મોબાઈલ ફોન સહીત 15 લાખ રોકડ મળી કુલ રૂ. 20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે છેતરપિંડી આચરનાર કચ્છના ખાલિદ ઉર્ફે જાનુ યાકુબ શીરૂ, આમોદના ઈમ્તિયાઝ ઉર્ફે દેડકો અહેમદ પટેલ, આમોદના હનીફ નિઝામ પઠાણ,આમોદના મહેબૂબ મલેક અને આમોદના સાજીદ ઉર્ફે સકીલ અહેમદ ઈદ્રિશીને ઝડપી પાડ્યો હતો. અને આમોદના પ્રકાશ પ્રજાપતિને સહિત વધુ એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: