Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે લેક યુ કોમ્પ્લેક્ષમાંથી ઈ-સિગારેટનો જથ્થો મળી કુલ ૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે લેક યુ કોમ્પ્લેક્ષ સ્થિત સાંઈ ઓપ્ટિક નામની દુકાનમાં ચશ્માં,બેલ્ટ સહિતની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ થઇ રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૩૩ નંગ ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ૪ હજારથી વધુનો ઈ-સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો અને કોસમડી ગામના સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતો સંચાલક જગદીશ ઉર્ફે સંજય સુવારથ યાદવને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

error: