અંકલેશ્વરના બે અલગ અલગ વિસ્તારોમાંથી મહિલા સહીત બે લોકોના મોબાઈલ ફોનની ચોરી થતા પોલીસે ફરિયાદ નોંધાવવા પામી છે.
ઝઘડિયા તાલુકાના ખરચી ગામના મઝા ફળિયામાં રહેતી કપિલાબેન ચંદ્રકાંત પટેલ ગત તારીખ-૨૫મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે શાકભાજી લેવા આવ્યા હતા જેઓ શાકભાજીની ખરીદી કરી ત્રણ રસ્તા સર્કલ પાસે અંકલેશ્વર-ઝઘડિયા બસમાં ચઢતી રહી હતી તે દરમિયાન અજાણ્યા ઇસમેં મહિલાના પર્સમાંથી ૮ હજારથી વધુના મોબાઇલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ વેલકમ નગરમાં રહેતા વિનોયકુમાર રામબિરાજનસિંહ ગત તારીખ-૧૩મી જાન્યુઆરીના રોજ મીઠા ફેકટરી પાછળ શાકભાજી માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા ગયા હતા તે દરમિયાન ખિસ્સા કતારુઓએ વૃદ્ધના ખિસ્સામાં રહેલ ૧૩ હજારથી વધુના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.