Satya Tv News

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન ના ભરૂચ જિલ્લામાં સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ અને ગુજરાતમાં સફળતા પૂર્વક આઠ વર્ષ પૂર્ણ.

ગુજરાત રાજ્યની વિશેષતાઓ એ છે કે એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોંચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવે છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણ એ બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરોક્ત મહિલા લક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઇન”ની સુવિધા ની ઉપલબ્ધિ ની આવશ્યકતા જણાવતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગ્રુહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને Gvk GHS દ્વારા સંકલિત રીતે ૦૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્ય વ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન” નો શરૂ કરવામાં આવી હતી.

માત્ર આઠ વર્ષના ટૂંકા સમય ગાળામાં જ ગુજરાતમાં ૧૧,૭૬,૧૦૨ થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને ભરૂચ જિલ્લા ૧૮૧ એ અનેક મહિલાઓના જીવનમાં નવી આશાઓ જગાડી છે. તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્ક્યુ વાન સાથે જઈને ૨૮,૯૯૭ જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે અને ૨૧,૦૯૦ આસપાસ જેટલા હિંસામાં સ્થળ ઉપર જ સમાધાન કરીને કેસો નિકાલ કરે છે. ૬૦૦૧ જેટલી મહિલાઓને ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસ્ક્યુવાન દ્વારા રેસ્ક્યુ કરીને લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવેલ હતા.

  • ૧૮૧ હેલ્પલાઇનની વિશેષતાઓ
  • મહિલાઓ સામે થતી ઘરેલુ કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ સૂચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલા મહિલાઓને તાત્કાલિક સહાય આપી છે.
  • ૧૦૮ ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી 24 કલાક સેવાઓ આપતી મહિલા હેલ્પલાઇન કાર્યરત કરેલ છે.
  • પીડિત મહિલાઓને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
  • મહિલા લક્ષી વિવિધ સરકારી યોજનાઓ અને પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
  • મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
  • ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સિલિંગની વી. ની માહિતી કોઈ મહિલા ઉપર ઇન્સા થઈ રહી હોય તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા.
  • જરૂરી માહિતી માં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવી કે મહિલા પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ, નારી સંરક્ષણ ગૃહ વી. મહત્વના માળખાઓની સેવક માહિતી તેમજ કોન્ફરન્સ દ્વારા સીધું જોડાણ કરવામાં આવે છે. સાથે જ સરકાર શ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને મેળવવા માટેના સ્થાનિક સંપર્ક ની માહિતી આપવામાં આવેલ છે.
  • કયા કયા પ્રકારની હિંસા સાથે મહિલાને મદદ મળી શકે છે?
  • મહિલા સાથે થતી હિંસા ( શારીરિક, જાતિય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજાત પતિને લગતી બાબતે )
  • શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ.
  • લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદ.
  • જાતિઓ તેમજ બાળ જન્મને લગતી બાબતે.
  • કાનૂની જોગવાઈ ઓની પ્રાથમિક માહિતી.
  • મહિલા કાર્યક્રમો (યોજનાઓ અને સેવા)
  • આર્થિક ઉપાર્જન, વ્યવસાય ને લગતા પ્રશ્નો.

રાજ્યની મહિલાઓને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી મળી શકે તે માટે અધ્યતન ટેકનોલોજી નો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કરી શકાય તેવી ઇન્ટીગ્રેટેડ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ના અધ્યતન મોબાઇલ એપ્લિકેશન નું લોકાપર્ણ તા. ૦૩ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ કરવામાં આવેલ છે.

error: