Satya Tv News

અંકલેશ્વરના સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકી રૂક્સાનાના અપહરણની ઘટના

લક્ષ્મણ નગરમાંથી ઘરે જવાનું કહી બે સગી બહેનો લાપત્તા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે બંને પુત્રીના અપહરણ અંગે ફરિયાદ

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણ નગરમાંથી ઘરે જવાનું કહી બે સગી બહેનો લાપત્તા બનતા જી.આઈ.ડી.સી.પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગત વર્ષે અંકલેશ્વરના સારંગપુર ગામના મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકી રૂક્સાનાનું અપહરણની ઘટના સામે આવી હતી છેલ્લા કેટલાક મહિનાઓ બાદ ગુમ રૂક્સાનાનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી.આ મામલે જીલ્લા પોલીસ અને સી.આઈ.ડી.ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ અપહરણ થયેલ બાળકીનો હજી પણ કોઈપણ જાતનો પત્તો લાગ્યો નથી ત્યારે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રોયલ કોમ્પ્લેક્ષમાં રહેતા અને લક્ષ્મણ નગરમાં ચીકન શોપ ચલાવતા મોહમદ રાજુખાન મોહમંદ સદિકખાનની બે સગી પુત્રી ૧૪ વર્ષીય તોફાખાતુન અને ૧૩ વર્ષીય રહમતીખાતુન ગત તારીખ-૨૩મી માર્ચના રોજ પોતાની દુકાન ઉપર હતી તે દરમિયાન રાતે ૯ કલાકે મોટી પુત્રી તોફાખાતુન કુદરતી હાજતે જવા માટે પોતાની બહેન રહમતીખાતુન સાથે ઘરે જવા નીકળી હતી જે બાદ મોડી રાત સુધી ઘરે નહિ આવતા પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી જે બાદ લાપત્તા બનેલ બંને સગીરા મળી નહિ આવતા પિતા મોહમદ રાજુખાન મોહમંદ સદિકખાનને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે બંને પુત્રીના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે પરપ્રાંતીય વિસ્તારમાંથી સતત બાળકીઓ લાપત્તા બનવાના કિસ્સા વધારો થયો હોવાનું લાગી રહ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: