રાજકોટના ઉપલેટામાં યુવકની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી
ઉપલેટામાં હત્યા મામલે આરોપીની ધરપકડ
વિનય નામના યુવકની ઘરપકડ
આશિષ ભાદરકાની કરાઈ હતી હત્યા
રાજકોટના ઉપલેટામાં ગઈકાલે યુવકની કમકમાટી ભરી હત્યા થઈ હતી. શહેરના શહીદ અર્જુન રોડ પર આવેલા બોડી ફિટનેસજીમ પાસે આશિષ ભાદરકા પર છરી વડે હુમલો કરી છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી જે હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે.
રાજકોટના ઉપલેટામાં યુવકની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 19 વર્ષીય વિનય નામના આરોપીએ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવા જવી સામાન્ય બાબતે 29 વર્ષીય આશિષ ભાદરકા નામના યુવકની ગઈકાલે હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહીદ અર્જુન રોડ પર ફિટનેસજીમ પાસે આશિષ ભાદરકા નામના યુવકે તીક્ષ્ણ હથિયાર વડે ગઈકાલે હુમલો કર્યો હતો. જેમાં આશિષ ભાદરકા પર હુમલાખોરે ઉપરા છાપરી છરીના ઘા ઝીંકતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. જે સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જે સમગ્ર બનાવના પગલે યુવકના મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો તેમજ પોલીસે હોસ્પિટલ ખાતે જઈ અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી