Satya Tv News

ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીનો મામલો
કર્મચારી સહીત 2ઈસમોને LCBએ ઝડપી પાડ્યા
કંપનીમાં રહેલ કીમતી પાઉડરની ચોરીની કબૂલાત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીમાંથી ચોરી થયેલ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડર મળી કુલ ૧૪ લાખના મુદ્દામાલ સાથે કંપનીના જ કર્મચારી સહીત બે ઈસમોને એલસીબીએ ઝડપી પાડ્યા હતા.

ગત તારીખ-૯મી જુલાઈના રોજ બપોરે ૧થી રાત્રીના ૧૦:૩૦ વાગ્યા દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની અતુલ કંપની સામે આવેલ ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીના એમ.પી.પી.ફોર પ્લાન્ટના પીડીસી સ્ટોરેજમાંથી ૪ કિલો ૨૦૦ ગ્રામ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડર મળી કુલ ૧૨.૮૧ લાખના મુદ્દામાલની ચોરી કરી થતા ચકચાર મચી જવા પામી હતી,આ અંગે કંપનીના અધિકારી મનોજ વિશ્વકર્માએ કંપનીના જ ત્રણ શિફ્ટ ઇન્ચાર્જ વિરુદ્ધ શંકાના આધારે ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન ભરૂચ એલસીબીને બાતમી મળી હતી, કે અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ સાંઈ સુમન રેસિડેન્સીમાં રહેતો કંપનીનો કર્મચારી ફેનિલ નટવર પટેલ અને તેનો સંબંધી વિકાસ સુરેશ પટેલ સંડોવાયેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા પોલીસને ફેનિલ પટેલના ઘરના તેના જ રૂમમાંથી ચોરી થયેલ ૪.૨૦૦ કિલો ગ્રામ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જથ્થા અંગે ફેનિલ પટેલની પુછપરછ કરતા તેણે પોતાનું દેવું વધી જતા કંપનીમાં રહેલ કીમતી પાઉડરની ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું. પોલીસે કંપનીના કર્મચારી ફેનિલ નટવર પટેલ અને વિકાસ સુરેશ પટેલને ઝડપી પાડ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: