ગોલ્ડન બ્રિજના ઢોળાવ પાસેથી ઝડપાયો દારૂ
દારૂના જથ્થા સાથે1 ઇસમને ઝડપી પાડ્યો
કારમાં તપાસતાં 250 લીટર દારૂ જથ્થો મળ્યો
કુલ 3.75 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જૂના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન બ્રિજના ઢોળાવ પાસેથી કારમાં લઈ જવાતો દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને 3.75 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી, કે નવા કાંસિયા ગામના મોદી ફળિયામાં રહેતો રોશન રતિલાલ પાટણવાડિયા કાર નંબર-જી.જે.05.જે.ડી.5660માં દેશી દારૂનો વિપુલ જથ્થો ભરી ભરુચ તરફ જનાર છે, જેવી બાતમીના આધારે પોલીસે જૂના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન બ્રિજના ઢોળાવ પાસે વોચ ગોઠવી હતી, તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી હતી અને કારમાં તપાસ કરતાં તેમાંથી દેશી દારૂનો 250 લીટર જથ્થો મળી આવ્યો હતો પોલીસે 5 હજારનો દારૂ અને 3.50 લાખની કાર મળી કુલ 3.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રોશન પાટણવાડિયાને ઝડપી પડ્યો હતો, જ્યારે દેશી દારૂ આપનાર મહિલા સહિત બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર