સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે વૈજ્ઞાનિક પ્રદર્શન
કલસ્ટર કક્ષાનું 12 વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
વિદ્યાર્થી,વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરિત કૃતિઓ મુકાઈ
કૃતિઓમાં સ્થાન મેળવનારને ઈનામ વિતરણ કરાયું
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત સહયોગથી કલસ્ટર કક્ષાનું 12 વૈજ્ઞાનિક પ્રદર્શન સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે યોજવામાં આવ્યું. છે બાળ વૈજ્ઞાનિકો સૌથી વધુ ઉભરી બહાર આવે એ હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેમાં પિરામણ પ્રાથમિક શાળા, કાપોદ્રા પ્રાથમિક શાળા, સરદાર પટેલ પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા જેવી અન્ય પર્યાવરણ તેમજ પ્રકૃતિને લગતી વિદ્યાર્થી, વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરિત કૃતિઓ મુકવામાં આવી હતી. સૌથી વધારે પર્યાવરણ ઉપર ભાર મૂકવા માટેની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી .કાપોદ્રા સ્કૂલ દ્વારા હાલમાં જ વન-ડે ભારત ટ્રેનની કૃતિ પણ મૂકવામાં આવી હતી. તેમજ પિરામણ પ્રાથમિક શાળા દ્વારા પાણી વધારે જો નદીમાં આવી જાય તો પુલ દ્વારા માનવીય હોનારત બચાવી શકાય એવી કૃતિ પણ એમને મૂકી હતી.આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન સલાહકાર ટી બી પટેલ,બીટ નિરીક્ષક ભક્તિ કોસ્મિયા,બીઆરસી કોડિટર વિજય પટેલ,સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પ્રિન્સિપાલ કે કે મિશ્રા, સીઆરસી કો-ઓર્ડીનેટર જયેશ પ્રજાપતિ,રાજુ પ્રજાપતિ,યોગેશ મહેતા,અંજના પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓ શિક્ષકો આ પ્રસંગે હાજર રહ્યા હતા પૂર્ણાહુતિ દરમિયાન શાળા ખાતે કૃતિઓમાં જેને સ્થાન મળ્યું છે, એમને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર .