Satya Tv News

એશિયન પેઈન્ટ કંપનીમા છેડતીની ઘટના આવી સામે
મહિલાએ કેન્ટીનનો મેનેજર વિરુધ્ધ નોંધાવી ફરિયાદ
મહિલાએ કંપનીના HR વિભાગમાં કરી જાણ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન પેઈન્ટ કંપની સ્થિત નર્મદા કેટરર્સના કોન્ટ્રાક્ટની કેન્ટીનમાં કામ કરતી આદિવાસી મહિલાને કેન્ટીનનો મેનેજર છેડતી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અંકલેશ્વર તાલુકાનાં એક ગામમાં રહેતી પરણિત આદિવાસી મહિલા છેલ્લા બે વર્ષથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન પેઈન્ટ કંપની સ્થિત નર્મદા કેટરર્સના કોન્ટ્રાક્ટની કેન્ટીનમાં વાસણ ધોવાનું અને કચરા પોછું કરવાની કામગીરી કરે છે.જે મહિલાને કેન્ટીનનો મેનેજર અરુણ અન્ના છેલ્લા ઘણા સમયથી અવાર નવાર છેડતી કરતો હોવા સાથે કેન્ટીનમાં અન્ય કામદારો નહીં હોય તેવા સમયે ફાયદો ઉઠાવી બરફન ટુકડા મારી બરડા ઉપર હાથ લગાવી છેડતી કરતો હતો. આ અંગે મહિલાએ કંપનીના એચ.આર.વિભાગમાં અલ્પાને જાણ કરી હતી, જે બાદ કેન્ટીન મેનેજરે મહિલાને કામ ઉપર નહીં આવાનું કહી તેને કાઢી મૂકી હતી. આ છેડતી અંગે આખરે મહિલાએ કેન્ટીનનો મેનેજર અરુણ અન્ના વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: