Satya Tv News

એશિયા કપની સુપર ફોરમાં ભારત સામે પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સુપર-4ની મેચ શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં શરુ થઈ છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ભારત સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતીય ટીમને બીજો આંચકો લાગ્યો છે. શુભમન ગિલ શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો છે. ગિલને શાહીન આફ્રિદીએ આગા સલમાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગિલે 52 બોલમાં 58 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. હવે કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યો છે. ભારતનો સ્કોર 18 ઓવરમાં બે વિકેટે 124 રન છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. રોહિતે 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ભારતનો સ્કોર 14.2 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 113 રન છે.

શુભમન ગિલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખીને પોતાની અડધી સદી પૂરી કરી છે. ગિલે માત્ર 37 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. ગિલે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા છે. 12.5 ઓવરમાં ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 92 રન છે. રોહિત 40 રન પર રમી રહ્યો

ભારતે પહેલા બેટિંગ કરીને પાકિસ્તાની બોલર્સને બરાબરના ધોયા હતા. ટીમ ઈન્ડીયાએ પહેલી 3 ઓવરમાં 23 રન બનાવ્યાં હતા. હાલમાં ક્રિઝ પર રોહિત શર્મા અને શુભમન ગિલ રમી રહ્યાં છે.

ભારત માટે એક ગૂડ ન્યૂઝ પણ છે. ટીમમાં કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહ પાછા ફર્યા છે. શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું નથી. શ્રેયસ અનફિટ થઈ ગયો છે મોહમ્મદ શમીને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.

ભારત: રોહિત શર્મા,શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

પાકિસ્તાન : ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન , આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ.પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે આ મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાની પ્લેઈંગ-11માં ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી મેચમાં મોહમ્મદ નવાઝને બદલે ફહીમ અશરફને સ્થાન મળ્યું છે. ફહીમ ફાસ્ટ બોલર છે અને તેને ટીમમાં લેવાથી બાબર આઝમનું એક છૂપું રહસ્ય બહાર આવ્યું છે. હકીકતમાં બાબર આઝમ 4 ફાસ્ટ બોલર સાથે ભારત સામે મેદાનમાં ઉતરવા માગે છે.

error: