Satya Tv News

YouTube player

અંકલેશ્વરમાં સાયકલ રેલી અને વૉકેથોનનું આયોજન
વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગ રૂપે કરાયું આયોજન
અંકલેશ્વર સામાજિક વનીકરણ ભરૂચ ફવરા કરાયું આયોજન
અંકલેશ્વર બાયસિકલ ક્લબના સહયોગથી યોજાય સાયકલ રેલી

અંકલેશ્વર સામાજિક વનીકરણ ભરૂચ અને અંકલેશ્વર બાયસિકલ ક્લબ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગ રૂપે સાયકલ રેલી અને વૉકેથોનનું આયોજન કરાયું

વન્યજીવોના જીવન રક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે ૨જી ઓક્ટોબરથી ૮ ઓકટોબર રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ-અંકલેશ્વર રેન્જ અને અંકલેશ્વર બાઈસિકલ કલ્બના સંયુક્ત ઉપક્રમે જોગર્સપાર્કના મુખ્ય ગેટ પાસેથી સાયકલ રેલી અને વૉકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જે સાયકલ રેલી અને વૉકેથોનનું સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વન્યજીવોના સંરક્ષણ અને સવંર્ધન અંગે જાગૃતિ,ખોરાક કે અન્ય હેતું માટે પ્રાણીઓની હત્યા રોકી પ્રાણીઓને બચાવવા સહિતની જન જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: