Satya Tv News

ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત
રાહદારી યુવાનને ટેમ્પો ચાલકે મારી ટક્કર
મોતાલી પાટિયા પાસે બન્યો બનાવ

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મોતાલી પાટિયા પાસે રાહદારી યુવાનને ટેમ્પો ચાલકે ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે.ત્યારે આજરોજ એક યુવાન મોતાલી પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો તે વેળા પુરપાટ ઝડપે ધસી આવેલ આઇસર ટેમ્પો ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

error: