અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર નિષ્ઠુર જનેતા માત્ર દોઢ દિવસનું નવજાત બાળક ત્યાજી ભાગી જતાં સ્થાનિક યુવાનો અને પોલીસે બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયું હતું.
અંકલેશ્વર શહેરના ભરચક વિસ્તાર આવેલ સ્ટેશન વિસ્તારમાં નિષ્ઠુર જનેતા માત્ર દોઢ દિવસનું નવજાત બાળક ત્યાજી ભાગી ગઈ હતી.જે નવજાત શિશુ ઉપર સ્થાનિક દુકાનદારની નજર પડતાં તેઓએ અન્ય લોકોને જાણ કરી હતી બે યુવાનોએ સ્થાનિક પોલીસની મદદ વડે બાળકને અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.આ શહેર એ ડિવિઝન પોલીસે બાળકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.