હાઈવા ટ્રક કરાય હતી ચોરી
પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પડ્યા
10.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ હાઈવા ટ્રક સાથે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી 10.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને અંકલેશ્વર ડી.વાય.એસ.પી ડો.કુશલ આર.ઓઝા દ્વારા મિલ્કત સબંધી,વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચનાને આધારે સર્કલ પી.આઈ આર.એમ.વસાવા માર્ગ દર્શન હેઠળ નેત્રંગ પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર.ગોહિલ સહિત સ્ટાફ ગત તારીખ-26મી માર્ચના રોજ નેત્રંગ-રાજપારડી ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન અંક્લેશ્વર તરફથી ટાટા કંપનીનું હાઇવા ડમ્ફર ટ્રક નંબર-જી.જે.16.ડબલ્યુ.8873 આવતા પોલીસે તેને અટકાવી ચાલક રાહુલ નંદલાલ સિંધ અને જફરૂલ હસન બશીર અહેમદ કુરેશી પાસે વાહનના દસ્તાવેજો માંગતા બંનેએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ચાલકની વધુ પૂછપરછ કરતાં ટ્રક ડ્રાઇવર રાહુલ સિંધએ ટ્રકની ચાવી ફુલકનભાઇ નામના ઇસમે આપી ટ્રક ચાલુ કરી જકરૂલ હસન બશીર મહારાષ્ટ્રના ધુલીયા ખાતે કબાડી માર્કેટમા અહેમદ નામને ઇસમને વેચાણ કરવા લઈ જતાં હોવાનું જણાવ્યુ હતું પોલીસે મૂળ યુપી અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ઐશ્વર્યા એન્જીનીયરીંગ નજીક રહેતો રાહુલ સીંધ નંદલાલ સિંઘ અને યુપીના જફુરૂલ હશન બસીર અહેમદ કુરેશી તેમજ ફુરકાન પરવેઝ અંસારીને ઝડપી પાડ્યો હતો આ ત્રણેય ઇસમોની અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે નેત્રંગ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.