Satya Tv News

સુરતના ઉધના વિસ્તારામાં જીવલેણ હુમલો,મિત્રએ મિત્ર પર જ કર્યો જીવલેણ હુમલો,સમગ્ર ઘટના થઇ CCTVમાં કેદ

અન્ય મિત્રોએ હુમલાખોરને પોલીસેને સોંપ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરતના ઉધના વિસ્તારમાં મત્રએ મિત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. જોકે હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા પોલીસે CCTV પોલીસેના આધારે મિત્રની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ઉધનામાં મિત્ર જ મિત્રનો વેરી બની ગયો જ્યાં મિત્રો ટીવી જોઈ રહ્યા હતા ત્યાં જ મિત્રએ મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી દેતા મિત્રો પણ સ્તબ્ધ રહી ગયા હતા. ઘટના કઈ એમ બની કે સુરતના ઉધના વિસ્તારમાં મિત્રો ઓફિસમાં ટીવી જોઈ રહ્યા હતા. તે દરમિયાન કિરણ કોળી નામના મિત્ર દ્વારા અચાનક રાહુલ જાદવ નામના યુવક પર તેના જ મિત્રએ જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલામા રાહુલને ગંભીર ઈજાઓ પહોચતા અન્ય મિત્રોએ હુમલાખોર કિરણ કોળીને પકડી પોલીસને હવાલે કર્યો હતો.

YouTube player

તેવામાં નોંધનીય છે કે મિત્ર પર મિત્ર દ્વારા જ હુમલો જુની અદાવતમાં કરાયો હોવાનું સામે આવ્યું છે. ઉધના પોલીસે હુમલોખોરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: