Satya Tv News

અંકલેશ્વર શહેરની જની શાકભાજી માર્કેટમાં ગઠિયાએ કેરી વેચાતી વૃદ્ધ મહિલા અને કાપડના વેપારીને રૂપિયા 10ના બંડલ આપવાનું કહી રૂપિયા 12 હજાર રોકડા સેરવી જતા શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર શહેરની સૌથી જૂની શાક માર્કેટમાં કેરી વેચવા માટે બેસેલી વૃધ્ધા પાસે એક ગઠિયો આવ્યો હતો અને તેણે કેરીનું આખું કેરેટ ખરીદી લીધું હતું અને વૃધ્ધાને લાવો તમને 10નું બંડલ જોઇએ છે તેમ પુછી 2 હજાર રૂપિયા લઇ લીધા હતાં. આ ગઠિયો ત્યાંથી કાપડની દુકાનમાં ગયો હતો અને ત્યાં પણ આવી જ તરકીબ અજમાવી તેની પાસેથી 10 હજાર રૂપિયા લીધા હતાં.

વૃધ્ધા અને વેપારીને વિશ્વાસમાં લીધા બાદ તમને બંડલ લાવી આપું તેમ કહી ગઠિયો વેપારીના નોકરને બાઇક પર બેસાડીને લઇ ગયો હતો. થોડે આગળ ગયા બાદ તેણે નોકરના હાથમાં કેરી ભરેલું કેરેટ પકડાવી હું હમણા આવ્યો કહીને બાઇક લઇને જતો રહયો હતો. લાંબો સમય થવા જતાં બાઇકચાલક પરત નહિ આવતાં નોકરે વેપારીને જાણ કરી હતી. વેપારી તથા વૃધ્ધાને છેતરાયા હોવાનું લાગતાં તેમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં ગઠિયો બાઇક લઇને જતાં જોવા મળ્યો હતો.

error: