પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ બે અલગ અલગ કંપનીઑ સામે પાર્ક કરેલ બે કારના કાચ તોડી રોકડા અને લેપટોપ સહિતની કીમતી વસ્તુઓ મળી કુલ 3.98 લાખના મુદ્દામાલની ચોરી
પાનોલી જી.આઈ.ડી.સી.માં બે અલગ અલગ કંપનીઓ સામે પાર્ક કરેલી કારોમાંથી 3.98 લાખના મુદ્દામાલની ચોરી થઈ છે.પ્રથમ ઘટના એચ.પી. ફાર્મા કંપનીની છે, જ્યાં કાર માલિક પ્રશાંત નરસિંહ વરસડિયા તેમની કાર (નંબર GJ-05-JR-3602) પાનોલી જી.આઈ.ડી.સી.માં પાર્ક કરી ગયા હતા. કારના કાચ તોડી અજાણ્યા ઇસમોએ અંદર રાખેલા 2.35 લાખ રૂપિયા અને લેપટોપની ચોરી કરી લીધી.બીજી ઘટના હાઈકલ કંપનીના ગેટ પાસે બની, જ્યાં ભરૂચના અયોધ્યા નગરના ચંદ્રેશ હરીશ મિસ્ત્રીની કારનો કાચ તોડી ચોરો 63,000ના રોકડા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા.આ બંને ઘટનાઓમાં ગઠિયાઓએ કુલ 3.98 લાખના મુદ્દામાલની ચોરી કરી અને પાનોલી જી.આઈ.ડી.સી.માં દહેશત ફેલાવી.