Satya Tv News

અંકલેશ્વરના અંદાડાની સોસાયટીમાં ક્રિકેટની મેચમાં લગાડેલ શરતના રૂપિયા ન આપવા બાબતે સર્જાયેલી તકરારમાં ધારદાર ચપ્પુના ઘા ઝીંકી દેવાતા મામલો પોલીસ દફ્તરે પહોંચ્યો હતો.

અંદાડાગામની તુલસી નગર સોસાયટીમાં ગત રાત્રે બે ઈસમો વચ્ચે બે વર્ષ અગાઉ લગાડેલ ક્રિકેટ મેચની શરતના બાકી નાણા રૂ.૩ હજાર બાબતે બોલાચાલી દરમ્યાન મામલો બીચકતા ચપ્પાના ઘા ઝીંકાયા હતા.અંદાડા ગામના તુલસી નગર સોસાયટીમાં રહેતા અનિકેત સહાની અને કૃષ્ણ નગર સોસાયટીમાં રહેતા અક્ષયકાંત યાદવ વચ્ચે બે વર્ષ અગાઉ ક્રિકેટ મેચમાટે રૂ.૩ હજારની શરત લાગી હતી. ગત રોજ આરોપી અક્ષયકાંત યાદવે અનિકેત સહાની પાસે જીતેલી શરતના નાણાની માંગણી કરતા અનીકેતે આવતા મહિને પગાર થાય ત્યારે ચુકવી દઈશ પરંતુ આ બાબતે રકઝક થયા બાદ ઉગ્ર બોલાચાલી થતા ઉશકેરાઈ ગયેલ અક્ષયકાંતે ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી અનિકેતકમર, છાતી તેમજ ડાબા હાથના ભાગે ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઇ ગયો હતો.આ અંગે અનિકેત સહાનીએ સારવાર દરમ્યાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો દર્જ કરી અક્ષયકાંત યાદવની ધડપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

error: