સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 224 રૂપિયા ગગડીને 72,831 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું. જે કાલે 73,055 પર ક્લોઝ થયું હતું. હાલ તે 73,000 રૂપિયાથી નીચે સરકી ગયું છે. જ્યારે ચાંદી આજે 30 રૂપિયાના ઘટાડા સાથે 88,269 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 88,299 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2600 ડોલર ઉપર નવું લાઈફ હાઈ બનાવ્યા બાદ 40 ડોલર ગગડી ગયું હતું. ચાંદી લગભગ 2% ગગડીને 30 ડોલર પ્રતિ ઔંસ પાસે પહોંચી ગઈ હતી.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 55 રૂપિયા તૂટીને 73,202 રૂપિયા પર પહોંચ્યું. જે કાલે 73257 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 50 રૂપિયા ઘટીને 67053 રૂપિયા પર જોવા મળ્યું જે કાલે 67103 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી જો કે ઉછળેલી જોવા મળી અને 869 રૂપિયા વધીને 88275 રૂપિયા પર પહોંચી ગઈ જે કાલે 87406 રૂપિયા પર બંધ થઈ હતી.