Satya Tv News

સુરતના સરથાણા અને મોટા વરાછામાં 37 હજારમાં ભાડેથી 3 દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા 3 ચીટરો સમગ્ર વેપલો ચલાવતા હતાં. ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મુકી કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ પકડાયું છે. પોલીસે 8.35 લાખનો મુદામાલ જપ્ત કરી 3 સૂત્રધારો સહિત 6ને પકડી પાડયા છે.સૂત્રધાર પિયુષ વિનુ ખુંટ વોન્ટેડ છે. સૂત્રધાર સાગર ખૂંટ અને તેનો ભાઈ પ્રિયુશ ખુંટ તથા આશીષ હડીયાએ બી.ટે્ક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને 30 હજારની નોકરી પર રાખ્યા હતાં. ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં 20થી 30 કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે. આ ટોળકીનું કામ ફલીપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોર્ડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મુક્તા હતા.

આ ઠગાઈમાં સીમકાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કિટો આશીષ હડીયા ભાવનગર અને જુનાગઢથી લાવતો હતો. આશીષ 5 થી 10 હજારની લોકોને લાલચ આપી બેંકની કિટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સીમકાર્ડ લઈ આવતો હતો. પોલીસને ઠગ ટોળકી પાસેથી 700 ઈમેલ મળ્યા છે. આથી 700 બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોય શકે છે.

error: