સુરત શહેરનાં પાંડેસરા જૂના બમરોલી વિસ્તારમાં રહેતા બિહારી પરિવારની પરિણીતા ગઈ રાત્રે 8 માસનાં પુત્ર અને 3 વર્ષની પુત્રી સાથે લક્ષ્મીનગર ખાતે આવેલાં રામજી મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગઈ હતી. દરમિયાન પુત્ર ખૂબ રડતો હોવાથી તેને ઘરે મુકી પરત થઈ હતી. પુત્રીની એકલતાનો લાભ લઈ એક આધેડ તેને ઉપાડી લઈ ગયો હતો. બાદ તેના ઘરે લઈ જઈ આધેડે કિશોરીનાનાં ગુપ્તાંગમાં અડપલાં કર્યા હતા. બીજી તરફ માતા દ્વારા મંદિરનાં પુજારીને પુત્રી વિશે પુછતાં તેમનાં પતિ લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી પતિ નો સંપર્ક કરતા તેમણે આ બાબતે કંઈ જાણ નહીં હોવાનું કહ્યું હતું. જેથી માતા અને સાથનિકો દ્વારા બાળકીની શોધ શરૂ કરી હતી.