અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસી સ્થીત વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસી સ્થીત વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક સ્મય કંપનીકામદારો સહિતનાઓના જીવ પડીકે બંધાયા હતા. જોકે આગની જાણ થતા ફાયર વિભાગના ૫ થી ૬ ફાયર બંબા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવવા પ્રયાશો હાથધર્યા હતા. આ અચાનક આગ લાગવાનું કારણ તેમજ કેટલું નુકશાન અને કોઇ જાન હાની છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.હાલમાં તો આગના પગલે જી.આઇ.ડી.સી પોલીસે પણ તપાસ હાથધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ: નવાઝ શેખ સાથે ધર્મન્દ્ર પ્રસાદ,સત્યા ટીવી,અંકલેશ્વર
 
								 
                    