Satya Tv News

સુરતમાં પાર્સલોની આડમાં રાજસ્થાનથી લક્ઝરી બસમાં લવાયેલા 3 લાખના દારૂ સાથે 3 ઝડપાયા

આરોપીઓ દારૂ અને બિયરની હેરાફેરી કરતાં ઝડપાયા

પાર્સલો અને સોડા બનાવવાના બાટલાની આડમાં દારૂ લવાયો

સોડા-ગેસ ભરવાના એલ્યુમિનિયમ કેનની આડમાં લવાતો હતો દારૂ

સુરતમાં રાજસ્થાનથી લકઝરી બસમાં મોટા પાર્સલો અને સોડા-ગેસ ભરવાના એલ્યુમિનિયમ કેનની આડમાં 2.78 લાખનો વિદેશી દારૂ લઈને આવતા બસના બે ડ્રાઇવર સહિત 3ને પુણા પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા ટ્રાવેલિંગમાં વિદેશી દારૂનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

સુરતમાં રાજસ્થાનથી લકઝરી બસમાં મોટા પાર્સલો અને સોડા-ગેસ ભરવાના એલ્યુમિનિયમ કેનની આડમાં 2.78 લાખનો વિદેશી દારૂ લઈને આવતા બસના બે ડ્રાઇવર સહિત 3ને પુણા પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગુરુવારે બપોરે પકડી પાડયા છે. પુણા પોલીસે દારૂ, સોડાના 8 મશીનો, લકઝરી બસ મળી13.18 લાખનો મુદામાલ કબજે કર્યો છે. સાવરીયા ટ્રાવેલ્સની બસ હતી. પોલીસે જણાવ્યું કે બસના ડ્રાઇવરને રાજસ્થાનમાં એક વાનના ચાલકે પાર્સલો સુરત મોકલવા માટે આપ્યા હતા અને સુરત પહોંચી વાનના ચાલકે કોલ કરવાનું કહ્યું હતું.

YouTube player

ફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા ફરતા ફરતા નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે નિયોલ ચેક પોસ્ટ ખાતેથી સાવરીયા નામની લજરી ટ્રાવેલ્સ બસ નં-GJ-14-X-5926 માંથી પ્લાસ્ટીકના મીણીયાના પાર્સલોની આડમા તથા સોડા/ગેસ ભરવાના એલ્યુમીનીયમના કેનમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનીપુઠાની પેટીઓ નંગ-65 કિ.રૂ-2.73લાખ તથા કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર નંગ-48 કિ.રૂ-5760/- મળી કુલ કિ.રૂ-2.78 લાખનો ઈંગ્લીશ દારૂ તથા મોબાઈલ નંગ-03 કિ.રૂ-40 હજાર તથા લજરી ટ્રાવેલ્સ બસ કિ.રૂ-10 લાખ તથા સોડા/ગેસ ભરવાના એલ્યુમિનિયમના કેન નંગ-08 સહિતના મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

દેવીસિંહ ઉર્ફે સોનુસિંહ ગણપતસિંહ રાઠોડ ઉ.વ-35 રહે-વોર્ડ નં-14, પરબતસર, રાજપુત કોલોની, તા-થાના-પરબતસર જી-નાગોર (રાજસ્થાન)તથા ભગવાનસિંહ ઉર્ફે ટીનુ ઓનારસિહ શેખાવત (રાજપૂત) ઉં.વ-23 રહે ગામ-સેવદારા બોલદાસી રોડ, તા-લક્ષ્મણગઢ થાના નેછવા જી-સિક્કર (રાજસ્થાન) તથા પ્રકાશ શિવભગવાન મેઘવાલ ઉ.વ-25 રહે-ગામ-માવા ગણેશપુરા રોડ, તા-ડીડવાના થાના-મૌલાસર જી-નાગૌર (રાજસ્થાન) વોન્ટેડ આરોપી- દારૂનો જથ્થો મોકલનાર – રાજસ્થાનના રાજસમદ મા શ્રીબાલાજી હોટેલ & ગેસ્ટહાઉસ પાસે આવેલ સફેદ કલરની મારૂતી ઓમની વાનમાં આવેલ એક અજાણ્યો ઈસમ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વિડીયો જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: