Satya Tv News

કારતક માસમાં તીર્થોમાં ઉત્તમ તીર્થ શુકલતીર્થ પ્રદકક્ષિણાનો મહીમા અનેરો છે.
તીર્થોમાં ઉત્તમ તીર્થ એટલે શુકલતીર્થ. આ પવિત્ર ભૂમિ માટે ગરુડ પુરાણ ,વિષ્ણુ પુરાણ ,નર્મદા પુરાણ ,અને સ્કંદ પુરાણ જેવા અનેક પુરાણોમાં ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ ભૂમિમાં દેવો એ સ્વયં વધારી અને ભૂમિને પાવનકારી કરી છે. પૂર્વે આ પવિત્ર ભૂમિ માં 1111 મંદિરો હતા, પરંતુ મોગલોના આક્રમણ વખતે તેને નષ્ટ કરવાનો પ્રયત્ન ચોક્કસ થયો છે, છતાં આ ભૂમિની પવિત્રતા ને કોઈ નષ્ટ કરી શક્યું નહીં.
આ 1111 મંદિરોમાં આજે શુકલેશ્વર મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ, આદિતેસ્વરમહાદેવ, અંબાજી મંદિર ,મહાલક્ષ્મી મંદિર, રામજી મંદિર ,ગંગનાથ મંદિરોએ આજે પણ છે. ખાસ કરીને કાર્તિકી મહિનાના દેવ પ્રબોધિની એકાદશીથી લઈ પૂર્ણિમા સુધી શુકલતીર્થ ની પ્રદક્ષિણા નો મહિમા રહેલો છે. નર્મદા પુરાણમાં ૩૯ થી ૪૧ શ્લોક સુધી શુકલતીર્થ ગામની પ્રદક્ષિણા નો મહિમા ગવાયો છે. જેમાં કહ્યું છે કે છે વ્યક્તિ આ દિવસોમાં સૂચિ બનીને શુકલતીર્થની પ્રદક્ષિણા કરે છે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને સાત જન્મ સુધી ના પાપોમાંથી મુક્તિ મળે છે.
કહેવાય છે કે કાર્તિકી સુદ ચૌદસના મધ્ય રાત્રીના સમયે સ્વયં ભગવાન શિવ અને પાર્વતી પક્ષીના સ્વરૂપે આવે છે અને નર્મદામાં સ્નાન કરી આ પવિત્ર શુકલતીર્થની પ્રદક્ષિણા કરે છે. અને આ દ્રશ્યને ઇન્દ્રાદી દેવો યક્ષો, ગાંધર્વો, સિધો, વિદ્યાધરો, નાગેશ્વરો પ્રદક્ષિણા કરતા શિવ અને પાર્વતીના દર્શન કરે છે.આ પવિત્ર શુકલતિર્થનું પુરેપુરુ મહત્વ જાણવા માટે યુ ટ્યુબ પર શ્રીજી ચેનલ શુકલતિર્થનું મહત્વ સર્ચ કરતા જોવા મળે છે.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: