Satya Tv News

કોરોના મહામારીને પગલે દેવઉઠી અગિયારસ થી કાર્તિકી પૂર્ણિમા સુધી શુકલતીર્થ ખાતે મેળો મોકૂફ રખાયો છે.
દેવઉઠી અગિયારસ થી કાર્તિકી પૂર્ણિમા સુધી શુકલતીર્થ ખાતે મેળો ભરાય છે. શુકલતીર્થના મેળા નું પુરાણોમાં વિશેષ મહત્વ જોવા મળે છે. દેવ દિવાળીને શુકલતીર્થ યાત્રાનું સવિશેષ મહત્વ છે. શુકલેશ્વર મહાદેવના દર્શન સાથે નર્મદા સ્નાનનો પણ વિશેષ મહિમા છે.જેમાં સમગ્ર ગુજરાત તેમજ ગુજરાત બહારના લોકો ઉમટી પડતા હોય છે.મેળામાં વિવિધ સ્ટોલો લગાવવામાં સહિત ભવ્ય ઉજવણી થતી રહી છે.
વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો છે ત્યારથી ધાર્મિક તહેવારો,પસંગો તેમજ તમામ ઉજવણીઓ પર ગ્રહણ લાગ્યું છે, ચાલુ વર્ષે પણ કોરોનાકાળના પગલે દેવઉઠી અગિયારસથી કાર્તિકી પૂનમ સુધી ઉજવાતા શુકલતીર્થનો ઉજવાતો ભવ્ય ભાતીગળ મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.જેનાથી શુકલતીર્થ ગામમાં ભરાતા ભાતીગળ મેળાની રોનકના બદલે ગામ સુમસામ ભાસી રહ્યું છે.કોરોનાકાળના પગલે રદ્દ થયેલા ભાતીગળ મેળાને લીધે ડેપ્યુટી સરપંચે ખેદ વ્યક્ત કર્યો હતો.
બાઈટ : ડેપ્યુટી સરપંચ,શુકલતીર્થ

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: