Satya Tv News

અંકલેશ્વરમાં રનિંગ તેમજ સાયકલીંગની પ્રવૃતિને વેગ આપવા માટે બનાવાયેલ રનર્સ ગૃપના સભ્યોને સુર્યા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ટી-શર્ટની ભેટ આપવામાં આવી હતી.
શિયાળાની શરૂઆત થતાંની સાથે હવે વહેલી સવારે જોગિંગ તથા સાયકલીંગ કરવા આવતાં લોકોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઇ રહયો છે. અંકલેશ્વરમાં રનિંગ તેમજ સાયકલીંગની પ્રવૃતિને વેગ આપવા માટે રનર્સ ગૃપ બનાવવામાં આવ્યું છે. આ ગૃપના સભ્યોને પ્રોત્સાહન મળે તે માટે સુર્યા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ટી-શર્ટની ભેટ આપવામાં આવી છે. અંકલેશ્વરના લેક ગાર્ડન ખાતે આયોજીત કાર્યક્રમમાં કંપનીના એમડી યશ જોષી, રનર્સ ગૃપના અગ્રણી નિલેશ ચૌહાણ તેમજ અન્ય સભ્યો હાજર રહયાં હતાં. તેમણે કંપની તરફથી મળેલા સહયોગને બિરદાવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ: નવાઝ શેખ સાથે ધર્મન્દ્ર પ્રસાદ,સત્યા ટીવી,અંકલેશ્વર

error: