Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના ગડખોલ પાટિયા પાસેથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી રૂપિયા 19 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ગડખોલ પાટિયા પાટિયા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ યાદવનો પોતાના કબ્જામાંનું મોપેડ નંબર GJ 16 CR 9816નાઓને લઈને પસાર હતા. ત્યારે પોલીસે તેઓને શંકાના આધારે રોકી ગાડીની તલાશી લેતા ડિકીમાંથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી જયદીપસિંહ રાજેન્દ્રસિંહ યાદવની અટકાયત કરી રૂપિયા 4920નો ગાંજાનો જેથી અને મોપેડ ગાડી મળી રૂપિયા 19920નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવા જવાનો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે નવાજ શેખ સત્યા ટીવી અંકલેશ્વર

error: