Satya Tv News

અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે અંકલેશ્વર ખાતે ખાનગી હોસ્પિટલમાં દર્દીને રીફર કરીને સુરત પરત જતી 108 એમ્બ્યુલસને અકસ્માત નડયો હતો.જેને લઇ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

સુરત ની 108 ટીમ ને ખરોડ ચોકડી પર નડ્યો અકસ્માત હતો. સુરત તરફ દર્દી ને મૂકી પરત જતી વેળા ટ્રક ટ્રેલર ચાલક એ પાછળ ઢસડી લાવ્યો હતો. ચાલાક અને ઈ.એમ.ટી નો બચાવ થયો હતો. ગાડી ને માત્ર આગળ ના બોનેટ ને નુકસાન પહોંચ્યું હતું. ગત રોજ પણ ખરોડ ચોકડી પર અકસ્માત સર્જાયા બાદ વાહન ચાલાક ને માર મારતો વિડીયો વાયરલ થયો હતો. ખરોડ ચોકડી વધતા જતા અકસ્માત નું પ્રમાણ ચિંતાનો વિષય બની રહ્યો છે. સત્વરે અંદર બ્રિજની કામગીરી શરુ કરવા માગ કરાઈ રહી છે.

છેલ્લા 5 દિવસથી લગાતાર ખરોડ ચોકડી પર અકસ્માત સર્જાય રહ્યા છે. 4 દિવસ પૂર્વે ટ્રક ટ્રેલર , રીક્ષા ઇકો સહીત ચાર વાહન અકસ્માત સર્જાયો હતો. જે બાદ ગત રોજ પણ ખરોડ ચોકડી પર અકસ્માત સર્જાતા અકસ્માત સર્જનાર વાહન ચાલકને સ્થાનિકો દ્વારા માર મારવામાં નો વિડ્યો વાયરલ થયો હતો.

હવે ગુરુવાર ના રોજ સુરત જિલ્લા ની 108 ની ગાડી દર્દી ને મૂકી પરત સુરત જઈ રહી હતી તે દરમિયાન ખરોડ ચોકડી પાસે ટ્રક ટ્રેલર ચાલક એ પાછળ ના ટાયર સાથે 108ની ગાડીને ઢસડી લાવી અકસ્માત સર્જ્યો હતો. સદ્દનસીબે 108 ટીમ ના પાયલોટ અને ઈ.એમ.ટી નો આબાદ બચાવ થયો હતો. અને 108 ગાડી ના આગળ ના બોનેટને જ નુકશાન પહોંચ્યું હતું. ઘટનાના પગલે હળવો ત્રાફિક જામ જોવા મળ્યો હતો. અકસ્માતને લઇ સ્થાનિક આક્રોશ ફેલાયો હતો. અને મંજુર થયેલ અંદર બ્રિજ કામગીરી ચાલુ કરવા માંગ કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ નવાજ શેખ સાથે કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: