આમોદના કાંકરિયા ગામે જ્યાં ધર્માંતરણનો વિવાદ વકરી રહ્યો છે ત્યાં ભરૂચના હાથીખાનામાં ફરી અશાંતધારાની આગ ભડકી છે, જેને વિસ્તારના ધર્માંતરણનું ષડયંત્ર સ્થાનિકો ગણાવી રહ્યાં છે સ્થાનિકોને વિદેશથી 1 કરોડમાં ઘર ખરીદવાના આવી રહ્યા છે વોટ્સએપ મેસેજ અને કોલ જે ઘર કોઈ ₹5 લાખ કે 10 લાખમાં લેવા તૈયાર નથી તે ઘરોની કિંમત અને સમગ્ર વિસ્તારના ઘરો ખરીદવા તૈયારીઓ સાથે ધમકી ભર્યા મેસેજ વિદેશી ફન્ડિંગના જોરે જ્યાં આમોદ તાલુકાના કાંકરિયા ગામે 130 થી વધુ આદિવાસીઓનું ધર્માંતરણનો વિવાદ વકરી રહ્યો છે.
ભરૂચના હાથીખાનામાં હવે સ્થાનિકોને વિદેશથી વોટ્સએપ મેસેજ અને કોલ કરી તેઓના મકાન રૂ. 1 કરોડમાં ખરીદવાની ઓફરો અને ધમકીઓ અપાઈ રહી છે.
ભરૂચ શહેરના હાથીખાના વિસ્તારમાં એક મહિના પહેલા અશાંતધારાનો અમલ થતો નહિ હોવાના આક્રોશ સાથે હિંદુઓએ પોતાના મકાનો સાથે મંદિરો પણ વેચવાના છે. તેવા બેનરો લગાવતા ભૂકંપ સર્જાયો હતો.જે બાદ હવે અહીંના સ્થાનિકોને વિદેશથી વોટ્સએપ મેસેજ અને કોલિંગ કરી મુસ્લિમો તેમના મકાન ખરીદવા માટે ઓફરો કરી રહ્યા છે. જે વિસ્તારમાં મકાનોની કિંમત ₹5 થી 10 લાખ કોઈ આપવા તૈયાર નથી તે અશાંતધારા વિસ્તારમાં હિંદુઓને કથિત રીતે રૂ. 1 કરોડમાં મકાન વેચવાની ઓફરો સાથે અપાઈ રહેલી ધમકીથી સ્થાનિકો કાંકરિયામાં જેમ વિદેશી ફંડથી લોકોનું ધર્માંતરણ કરાવ્યું તેમ જુના ભરૂચ શહેરના હાથીખાનામાં હિન્દૂ વિસ્તારનું તેઓના મકાનો ખરીદી ધર્માંતરણનું ષડયંત્ર તો નથી કરાઈ રહ્યું તેવા આક્ષેપો કરી રહ્યાં છે.જુના ભરૂચના હાથીખાના વિસ્તારમાં એક મહિના પહેલા જ હિંદુઓએ પોતાના મકાનો ઉપર આ મકાન હિન્દુનું છે. અને વેચવાનું છે તેમજ આ મંદિર પણ વેચવાનું છે તેવા બેનરો લગાવ્યા હતા. જેને લઈ સમગ્ર રાજ્ય અને સોશ્યલ મીડિયા ઉપર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. હવે અહીંના આ જ હિન્દુઓને વિદેશથી વોટ્સએપ કોલિંગ અને મેસેજથી તેમના ઘર વેચી દેવા રૂ. 1 કરોડ સુધીની કરાઈ રહેલી ઓફરો અને ધમકીભર્યા મેસેજથી તેના તાર આમોદના કાંકરિયાના ધર્માંતરણની જેમ ભરૂચના સ્થાનિકો જોડી રહ્યા છે. જેમાં પણ વિદેશથી ફન્ડિંગના જોરે સમગ્ર વિસ્તારના હિન્દુઓના મકાનો ખરીદવાની લાલચ પ્રલોભનો અને ઓફરો કરાઈ રહી છે.
વીડ્યો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ