Satya Tv News

પંજાબના પઠાણકોટમાં આવેલ આર્મી કેમ્પના ગેટ નજીક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, પઠાણકોટના ધીરાપુલ નજીક આવેલ આર્મી કેમ્પના ત્રિવેણી ગેટ પાસે ગત મોડી રાત્રે ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો, ત્યારે આર્મી કેમ્પના ગેટ નજીક જ ગ્રેનેડ બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ SSP સુરિંદર લાંબા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, બ્લાસ્ટ થયાના તુરંત જ પઠાણકોટ અને પંજાબના તમામ પોલીસકર્મીઓને હાઈ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી હતી.

પઠાણકોટના SSP સુરિંદર લાંબાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે આર્મી કેમ્પના તમામ CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાંથી લગ્નનો વરઘોડો પસાર થયો હતો, ત્યારબાદ બાઇક પર આવેલા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આર્મી સ્ટેશનના ગેટ પાસે ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. જોકે, CCTV કેમેરામાં આ શંકાસ્પદ બાઈક સવારોએ ગેટ તરફ ગ્રેનેડ ફેક્યો હોવાનું માલૂમ પડ્યું હતું. આ સાથે જ પઠાણકોટ એરફોર્સ સ્ટેશન તેમજ આર્મી કેમ્પ સહિતના વિસ્તારમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ તો આર્મી કેમ્પના સમગ્ર વિસ્તારને સીલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

error: